વૈયાવચ્ય | સાધર્મિક સેવા | જીવદયા | શાસન સેવા
Since 1993
શ્રી નવકાર સારવાર કેન્દ્ર ની સ્થાપના વર્ષ ૧૯૯૩ માં જૈન શાસનના ચારેય ફિરકાના તમામ સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની નિર્દોષ આયુર્વેદિક ઔષધો દ્વારા વૈયાવચ્ચ ભક્તિ માટે કરવામાં આવેલ. ત્યારબાદ વૈયાવચ્ચ ભક્તિ સાથે “સવિ જીવ કરૂ શાસન રસિ” ના લક્ષ્યપૂર્વક
“સાધર્મિક સેવા” તથા “શાસન સેવા” ની પ્રવૃત્તિઓને પણ જોડવામાં આવેલ.
બે વર્ષ બાદ જૈન ધર્મના મૂળ સિધ્ધાંત અહીંસામાં આગળ વધવા જીવદયાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. ગુજરાત રાજ્યની પાંજરાપોળમાં “પશુ ચિકિત્સા શિબીર” કરવામાં આવી. અમદાવાદ શહેરમાં બિનવારસી રઝળતા પશુઓની સારવાર
માટે “નવકાર એનીમલ હેલ્પલાઈન” હાલ કાર્યરત છે. ગુજરાતની પાંજરાપોળો તથા એનીમલ હોસ્પિટલોને “એનીમલ કેર સેન્ટર ટ્રસ્ટ” દ્વારા કોઈપણ જાતના નફા વગર ઉચ્ચ ક્વોલિટી દવાઓ
આપવામાં આવે છે. સાથે સાથે અમદાવાદ શહેરમાં એક અદ્યતન “એનીમલ હોસ્પિટલ” બનાવવાનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેને ખૂબ જ ટૂંક સમયમાં આકાર આપવામાં આવશે.
આમ છેલ્લાં ૨૮ વર્ષથી શ્રી નવકાર સારવાર કેન્દ્ર દ્વારા જિનશાસન સેવા ક્ષેત્રે તેમજ જીવદયા ક્ષેત્રે અવિરતપણે નોંધપાત્ર સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે.